આણંદમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સ્થાપનાના બિલને લોકસભાની બહાલી

આણંદમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સ્થાપનાના બિલને લોકસભાની બહાલી

આણંદમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સ્થાપનાના બિલને લોકસભાની બહાલી

Blog Article

ગુજરાતના આણંદમાં ‘ત્રિભુવન સહકારી યુનિવર્સિટી’ સ્થાપવા અંગેના એક બિલને બુધવારે લોકસભાની મંજૂરી મળી હતી. આ યુનિવર્સિટીનો હેતુ દેશભરની સહકારી મંડળીઓ માટે ક્વોલિફાઇડ માનબળ ઊભું કરવાનો છે.

ત્રિભુવન” સહકારી યુનિવર્સિટી બિલ, 2025 પરની ચર્ચા દરમિયાન સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે આ યુનિવર્સિટીનું નામ ત્રિભુવનદાસ કિશીભાઈ પટેલના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેઓ ભારતમાં સહકારી ચળવળના અગ્રણી પ્રણેતા હતાં અને અમૂલનો પાયો નાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વિપક્ષે આ યુનિવર્સિટીનું નામ વર્ગીસ કુરિયન પરથી રાખવાની માગણી કરી હતી, પરંતુ અમિત શાહે વિપક્ષ પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે ત્રિભુવનદાસ કિશીભાઈ પટેલ કોંગ્રેસના નેતા હતાં, જેમણે કુરિયનને નોકરી આપી હતી. સૂચિત યુનિવર્સિટી સમગ્ર ભારતમાં સહકારી ક્ષેત્રમાં કર્મચારીઓ અને બોર્ડ સભ્યોની ક્ષમતા નિર્માણના લાંબા સમયથી પડતર મુદ્દાનો ઉકેલ લાવશે.

અમિત શાહે જણાવ્યું હતું કે ભારતમાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે ટૂંક સમયમાં એક સહકારી વીમા કંપનીની સ્થાપના કરવામાં આવશે, જે દેશની તમામ સહકારી મંડળીઓને વીમા કવચ પૂરું પાડશે. આગામી સમયમાં આ વીમા કંપની સૌથી મોટી ખાનગી વીમા કંપની તરીકે ઉભરી આવશે. આગામી દિવસોમાં ઓલા અને ઉબેરની જેમ ‘સહકાર ટેક્સી’ની સ્થાપવામાં આવશે, જે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરનું રજીસ્ટ્રેશન કરશે અને પૈસા એપ ઓપરેટરને બદલે સીધા ડ્રાઇવરને મળશે.

Report this page